Hu Chu Ae Gujarati
$0.00 Booking Fee
હું છું એ ગુજરાતી
ગુજરાતી ભાષા અને સાહિત્યમાં “મોરપીંછ” સમાન વ્યક્તિને પોંખવાનો અવસર એટલે “હું છું એ ગુજરાતી”. એક નખશિખ સજ્જન અને ભાષા સાહિત્યનાં મુઠી ઉંચેરા વ્યક્તિ કે જેમનું નામ આધુનિક ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હરોળમાં લેવામાં આવે છે એવા ગુજરાતી ભાષાનાં સ્વનામધન્ય અને સિદ્ધહસ્ત સાહિત્યકાર એટલે ડો. વિનોદ જોશી.
આવા મૂર્ધન્ય સાહિત્યકારને મળવાનો રૂડો અવસર આવી રહ્યો છે સિડનીવાસીઓ માટે શનિવારનાં રોજ તારીખ ૩૧ મે સાંજે ૫ વાગે વેસ્ટમીડ પ્રોગ્રેસ હોલમાં. આધુનિક ગુજરાતી ગીતને નવો અર્થ આપનાર કવિઓમાં મોખરાનું નામ ધરાવનાર અખૂટ ખજાનાનાં માલિક અને શબ્દોનાં આધિપતિ એવા કવિવર શ્રી વિનોદ જોશીને રૂબરૂ મળવાનો અને એમનો સાંભળવાનો સુવર્ણ અવસર એટલે ભાષા અને સાહિત્યને સમર્પિત એક અનોખો કાર્યક્રમ “હું છું એ ગુજરાતી..! “
કાર્યક્રમની વિશેષતાઓ:
• નાના બાળકો દ્વારા ગુજરાત સ્થાપના દિવસની સુંદર પ્રસ્તુતિ,
• સિડનીનાં નાઈટેન્ગલ ગણાતા શ્રીમતી દક્ષા ચૌહાણ, ધ્વનિ બહેન જોશી અને સ્વર ગંગા મ્યુઝિકલના સ્થાપક શ્રીમતી ભાગીરથી ભટ્ટ દ્વારા કવિવર વિનોદ જોશીના ગીતોની ભાવપૂર્ણ પ્રસ્તુતિ,
• સિડનીની પ્રખ્યાત ડાન્સ અકેડેમીઓ નર્તન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પર્ફોર્મિંગ આર્ટસ, સર્જન ડાન્સ એકેડેમી, હોલીયા ડાન્સ એકેડેમી અને ઈક્ષમ ડાન્સ સ્કૂલ દ્વારા કવિના ગીતો પર અપ્રતિમ નૃત્ય પ્રસ્તુતિ,
• રંગભૂમિના અદભુત કલાકાર ડો. ઈંગીતા ઠક્કરનો એકપાત્રીય અભિનય
• ડો. વિનોદ જોશીના હસ્તે સિડનીના ગરવા ગુજરાતીઓનું સન્માન
• સિડનીના સહુથી પહેલા ગુજરાતી રેડિયો સ્ટેશનના સૂત્રધાર, લેખિકા અને ગાયિકા શ્રીમતી આરાધના ભટ્ટ અને કવિ શ્રી વિનોદ જોશી વચ્ચેનો રસપ્રદ સંવાદ.
• કાર્યક્રમ પછી અલ્પાહારની વ્યવસ્થા રાખી છે.
Out of stock
Related products
Advance Booking
Contact Us
info@advancebooking.com.au