અમારી સંસ્થા GALAA લઈને આવી રહી છે, વીર કવિ નર્મદના માનમાં ઉજવાતા "વિશ્વ ગુજરાતી દિવસ" નિમિત્તે એક અનોખો કાર્યકમ જેનું નામ છે "સિડનીનાં હૈયે ધબકતું ગુજરાત...".
શું તમે કે તમારાં બાળકો સરસ ગુજરાતીમાં બોલે છે કે ગઝલ કે કવિતા ગાઈ શકે છે કે સરસ પઠન કરી શકે છે કે પછી ગુજરાતી ગીત ગાય છે કે એના પર સરસ નૃત્ય કરે છે તો આ કાર્યક્રમ તમારો જ છે. વિશ્વ ગુજરાતી દિવસ એ માત્ર એક કાર્યક્રમ નથી પણ આપણી ઓળખને આવનારી પેઢી સુધી પહોંચાડવાનો અમારો દ્રઢ સંકલ્પ છે.
વિશ્વ ગુજરાતી દિવસ કાર્યક્રમમાં હશે:
• ભાષાનું ગૌરવ - જ્ઞાન સાથે ગમ્મતને સંગ,
• નાનાં-મોટાં જમાવશે સુગમસંગીતના રંગ,
• પ્રશ્નોત્તરીમાં ખીલશે સાહિત્યનો સત્સંગ,
• ગીતો-લોકગીતોના તાલે ખીલશે નૃત્યનો ઢંગ,
• ત્રણ પેઢી સાથે જીવંત થશે રંગભૂમિનો ઉમંગ,
• પરંપરાગત વસ્ત્રોમાં ખીલશે ગુજરાતના તરંગ,
• પ્રતિભા સન્માને પૂર્ણ થશે ગૌરવનો પ્રસંગ.
તમારો સમય, તમારી સેવા, તમારી પ્રતિભા, તમારો આર્થિક સહયોગ કે માત્ર તમારી હાજરી કે અન્ય કોઈ પણ પ્રકારનું યોગદાન ગુજરાતી વારસાને જીવંત રાખવાના અમારાં સાતત્યપૂર્ણ પ્રયાસોને પીઠબળ પૂરું પાડવા માટે જરૂરી છે તો આશા રાખીએ કે દર વખતની જેમ આપ સહુનો સાથ અને સહકાર અમને સાંપડશે.
* ટિમ GALAA